Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પતિએ પંખાની મોટર ફટકારતાં પત્નીનું મોત થયું

મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી : અગાઉ છૂટાછેડા બાદ દંપતીએ ફરી સંસાર માંડ્યો હતોે

અમદાવાદ,તા. : પતિ-પત્ની વચ્ચે થતી સામાન્ય રકઝક અચાનક મોટું સ્વરુપ ધારણ કરી લે ત્યારે તેનું પરિણામ ખરાબ આવતું હોય છે. આવા કિસ્સાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં વધુ એક આવો કિસ્સો બન્યો છે જેમાં એક પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને પંખાની મોટર માથામાં મારી દેતે તેનું મોત થયું છે.

ઘટનામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વાડજના ચંદ્રભાગા હાઉસિંગમાં રહેતા ૩૩ વર્ષના કૌશિકભાઈ બાબુભાઈ પરમાર (૩૩) તેમના પત્ની સાથે રહે છે અને તેમની સામે તેમના બહેન અને બનેવી રહેતા હતા. પોતાની બહેન ગૌરી (૨૭)ના લગ્ન મહેશ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા.

જોકે, છૂટાછેડા થયા બાદ ગૌરીબહેનના લગ્ન ફરી ત્રણ મહિના અગાઉ ગૌતમભાઈ વિઠ્ઠલભાઈ સાથે કરાયા હતા, ગૌતમ ખાનગી બેંકમાં નોકરી કરે છે. બનેવી કૌશિકે કરેલી ફરિયાદ પ્રમાણે પોલીસને જણાવ્યું છે કે, જ્યારે તે આશ્રમ રોડ પર ખાનગી નોકરી માટે ગયા હતા ત્યારે તેમના પત્નીનો ૧૦ વાગ્યે ફોન આવ્યો હતો હતો કે તેમના બહેન અને પતિ વચ્ચે ઝઘડો થઈ ગયો છે.

 ઝઘડામાં ગૌતમે મારી બહેન ગૌરીના માથામાં પંખાની મોટર મારી દીધી હતી, જેથી પત્નીએ મને ઘરે જલ્દી આવવા માટે કહ્યું હતુંકૌશિકે જ્યારે પોતાના ઘરની નજીકમાં ભાડે રહેતા બહેન-બનેવીના ઘરે પહોંચ્યો તો દરવાજો ખોલીને જોયું કે બહેન ગૌરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. બનેવીએ બહેનને માથામાં ડાબા કાન પાસે સિલિંગ ફેનની મોટર વડે ફટકા મારતા ગંભીર ઈજા થઈ હતી જેના કારણે ગૌરીનું મોત થઈ ગયું છે.

(9:36 pm IST)