Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

કાકડવા ગામના ફાટક પાસે ગાડીને સાઈડ નહિ આપવા બાબતે માર મારી ધમકી આપનાર બે વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાકડવા ગામની ફાટક પાસે સાઈડ આપવા બાબતે થયેલી બોલાચાલીમાં માર મારી ધમકી આપનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ થઈ છે
  મળતી માહિતી અનુસાર આશિષભાઈ વિજેન્દ્રભાઈ વસાવા,રહે.કાકડવાની ફરીયાદ મુજબ તેઓ પોતાની બોલેરો પીકપ ગાડીમા પ્રતાપનગર ગામ થી ડીઝલ ભરાવીને પોતાના ઘરે જતા હતો તે વખતે કાકડવા ગામના ફાટક પાસે વિપુલભાઈ છત્રસિંગભાઈ વસાવા( રહે. ગામકુવા,તા.નાંદોદ) તથા ( ૨ ) હેમંતભાઈ ભુપતભાઈ વસાવા (રહે.મેડગામ.તા.નાંદોદ )મો.સા ઉપર આવી બોલેરો ગાડી આગળ મો.સા ઉભી રાખી અશિસભાઈની બોલેરો ગાડી રોકી તુ અમોને સાઇડ કેમ આપતો નથી તેમ કહી ગાળૉ બોલી ટીક્કાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:05 pm IST)