Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

વડિયા જકાતનાકા પાસે વાહનમાં સાતથી વધુ માણસો બેસાડનાર ચાલક સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન વડિયા જકાતનાકા પાસે વાહનમાં વધુ માણસો બેસાડી જતા ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ ગજેંદ્રભાઈ બચુભાઈ વસાવા( રહે. બિતાડા તા.નાંદોદ )એ વડીયા જકાતનાકા પાસે જાહેરમાં પોતાની મેજીક વાન નંબર- GJ - 06 - EC.7025 ની ફોર વ્હિલ ગાડીમા સાત થી વધારે માણસો બેસાડી લાવી પકડાઈ જતા રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો

(11:06 pm IST)