Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

3 જૂને વિશ્વ સાઇકલ દિવસ : રાજપીપળામાં ઘણા ડોકટરો ફરજ પર સાઇકલ વાપરી તંદુરસ્ત રહે છે

સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોકટરો કાર્યસ્થળ પર જવા માટે પણ સાયકલનો ઉપયોગ દ્વારા કસરત કરે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 3જૂનને વિશ્વભરમાં સાઇકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે.3 જૂન 2018 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનાટેડ નેશન્સ) દ્વારા વ્યક્તિગત સ્વાસ્થ ,પર્યાવરણ અને આર્થિક કારણોસર સૌપ્રથમ વખત વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે.
રાજપીપલા શહેરમાં દરરોજ લગભગ 70 થી 80 જેટલા યુવક-યુવતી સહિત નાના બાળકો, વડીલો નિયમિત રુપથી સાયકલ ચલાવે છે.જેમાં શહેરના જાણીતા ડોકટરોથી માંડી ફોરેસ્ટના અધિકારીઓ, કેટલાક બિઝનેસમેન અને નાના-મોટા વ્યક્તિઓ પણ હાલ સાયકલ તરફ વળ્યા છે. અને રોજિંદા જીવનમાં દૈનિક વસ્તુની ખરીદી, વર્કપ્લેસ પર જવા તેમજ અન્ય નાના મોટા કામ માટે પણ સાયકલ નો ઉપયોગ વધતો જોવા મળ્યો છે ત્યારે કેટલાકના મતે હાલ વધતા પેટ્રોલના ભાવના કારણે પણ અન્ય વાહન કરતા સાઇકલ ચલાવવું આર્થિક રીતે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેમ રાજપીપળાના જાણીતા ડો. પ્રશાંત જરીવાળા, મનોચિકિત્સક અને સાયકલિસ્ટ સહિતનાઓનું માનવું છે.

(11:10 pm IST)