Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજપીપળા એસ.ટી.ડેપોથી બસમા ભરૂચ જતી મહિલા મુસાફરના રૂ.૮૦૦૦ના પાકીટની ઉઠાંતરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં એક સ્થાનિક રહીશ મહિલાના રોકડા રૂપિયા ભરેલું પાકીટ કોઈ ઉઠાવી જવા બાબતે ભોગ બનનારે તંઝીલાબેન જાવીદ ખાન પઠાણ,(રહે.રાજપીપીપળા)એ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
 પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૧/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ તંઝીલાબેન જાવીદ ખાન પઠાણ ના જણાવ્યા મુજબ તેઓ ભરૂચ તેમના પિયર જવા માટે સવારના ૧૦ કલાકે રાજપીપળા એસ.ટી.ડેપો ઉપર ગયેલ અને ત્યાં જઈ બસ આવવાની રાહ જોઈ બેઠા હતા ત્યારે કપડા ખભે લટકાવવાના પર્સ મા રોકડા રૂપિયા ૮૦૦૦  હતા, કેવડીયાથી ભરૂચ જતી બસ ડેપોમાં આવતા ત્યારે તેઓ બેગ લઈ બસમાં બેસવા ગયા તે વખતે બસમા ચઢતી વખતે ભારે ભીડ હોય કડકટર પાસે ટિકીટ મેળવી બાકી ના પૈસા પરત પર્સમા મુકવા જતા બીજા ખાના ની ચેન ખુલ્લી જણાતા એમાં મુકેલું રૂપિયા ૮,૦૦૦ ભરેલું પાકીટ ગુમ હોવાની જાણ થતા આ બાબત ની જાણ બસ કંડકટરને કરી ત્યારે બસમાં પણ શોધખોળ કરવા છતાં પૈસા ન મળતા મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી છે

(11:12 pm IST)