Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

નર્મદામાં પ્રથમ શંકાસ્પદ કેસ : રાજપીપળા સિવિલમાં મ્યુકોરમાઇક્રોસીસની મહિલા દર્દી આવતા વડોદરા રીફર કરાઈ

મહિલા દર્દી ઘણા દિવસથી ગરુડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોરોનાની સારવાર લેતા હતા, ગુરુવારે બપોરે રાજપીપળા સિવિલ રીફર કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે બપોરે એક શંકાસ્પદ મ્યુકોરમાઇક્રોસીસના લક્ષણો વાળી મહિલા દર્દી સારવાર અર્થે આવતા તેને વડોદરા રીફર કરાઈ હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
  વધુમાં જાણવા મળ્યા મુજબ આ મહિલા દર્દી ઘણા દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરંતુ તેમને શંકાસ્પદ મ્યુકોરમાઇક્રોસીસ જણાતા રાજપીપળા સિવિલમાં લવાયા પરંતુ મ્યુકોરમાઇક્રોસીસ માટેની અમુક સારવાર કે ટેસ્ટ ઉપલબ્ધ નહી હોવાથી મહિલાને તુરત વડોદરા રીફર કરાઈ છે.

(11:14 pm IST)