Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મહેસાણાની કોવિડ હોસ્પિટલના પાંચમા માળે આગ : 15 દર્દીઓને શિફ્ટ કરાયા

સાંઈ કૃષ્ણા હોસ્પિટલના પાંચમા માળની છત પર એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

મહેસાણા-રાધનપુર રોડ પર આવેલી સાંઈ કૃષ્ણા હોસ્પિટલના પાંચમા માળની છત પર એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા ડોક્ટરો, દર્દીઓ અને દર્દીઓના સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો.

બીજી તરફ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ત્યાં સારવાર લઈ રહેલા 15 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલીક એમ્બ્યુલન્સ મારફથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. Hospital Fire

ઉલ્લેખનીય છે કે, અગાઉ એક મહિના પહેલા ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 16 દર્દીઓ અને બે નર્સો સહિત કુલ 18 લોકો મોતને ભેટ્યા હતા.

(1:17 am IST)