Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

અમદાવાદમાં રાત્રે વાતાવરણમાં પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

વેજલપુર, સરખેજ સેટેલાઇટ, અસારવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસા દ :આખા દિવસના તાપ અને ઉકળાટ બાદ પડેલા વરસાદથી ઠંડક પ્રસરી

અમદાવાદમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડી ગયો છે . આખો દિવસ આકરો તાપ અને ઉકળાટ બાદ રાત્રે 10.30 પછી અચાનક શહેરના ઘણા વિસ્તારોમાં પહેલાં વીજળીની ગર્જના થવા લાગી હતી અને પછી કડાકા સાથે વરસાદનું આગમન થઇ ગયું હતું. જો કે વરસાદ લાંબા સમય સુધી પડ્યો નહતો. તેમ છતાં આખા દિવસના તાપ અને ઉકળાટ બાદ પડેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી

રાત્રે અમદાવાદના વેજલપુર, સરખેજ સેટેલાઇટ, અસારવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના એહેવાલ મળ્યા. જો કે ગુજરાત હવામાન ખાતાએ પહેલેથી જ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી હતી.

અગાઉ તૌકતે વાવાઝોડાને કારણે મે મહિનામાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જે કમોસમી વરસાદ હતો. અત્યારે પણ આજે આવેલો વરસાદ પ્રીમોનસૂન છે. કારણ કે ગુજરાતમાં આશરે 15 જૂન પછીથી વરસાદનો સમયગાળો શરૂ થતો હોવોનું હાવામાન ખાતા દ્વ્રારા કહેવામાં આવ્યું છે.

સવારે 11 વાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળના કાંઠે પહોંચ્યું

દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે નૈઋત્યના ચોમાસાનુ કેરળમાં આગમન થઇ ગયું.. સવારે 11 વાગ્યે ચોમાસુ કેરળનાતટ પર પહોંચ્યુ હતુ. આ વખતે ચોમાસુ નિયત સમય કરતા ત્રણ દિવસ મોડું છે. કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી આ વર્ષે નૈઋત્યનું ચોમાસું એક દિવસ વહેલા એટલે કે 31 મેના રોજ પ્રવેશવાની આગાહી કરાઇ હતી.

પરંતુ પહેલાં અરબી સમુદ્રમાં સર્જાયેલા તૌકતે વાવાઝોડા અવે પછી બંગાળની ખાડીમાં સર્જાયેલા યાસ વાવાઝોડા બાદ નવેસરથી બે જૂનની વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આખરે 3જી જૂને દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું દેશમાં આગમન થઇ ગયું હતું .  reports rain

હવામાન વિભાગે આ પહેલા 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી.જોકે ત્રણ દિવસથી કેરાલામાં પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો હતો પણ આજે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સત્તાવાર રીતે ચોમાસુ કેરળમાં પહોંચી ચુક્યુ છે. હાલમાં કેરળમાં વરસાદના આગમનના પગલે ઠંડક પ્રસરી છે અને તટ વિસ્તારો અને તેનાથી જોડાયેલા પૂર્વ અરબ સાગરમાં ચોમાસાના વાદળો જોવા મળી રહ્યા હતા.

(1:18 am IST)