Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હિંમતનગરમાં સરકારી આપી લોકો પાસેથી 76 હજાર પડાવનાર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ

હિંમતનગર: શહેરના હુસેનાબાદમાં રહેતા ચાર શખ્સ સાથે ગત જુન મહિનાની શરૂઆતમાં આર્મીમાંથી નિવૃત્ત થયેલ અને એનજીઓ ચલાવતા એક શખ્સે પોતાની ખોટી ઓળખ આપી સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને હિંમતનગરના ઈસમ પાસેથી તબક્કાવાર અંદાજે રૃા.૭૬,૩૬૦ પડાવી લઈ તેમની સાથે છેતરપીંડી કરાયાની ફરીયાદ ગુરૂવારે હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

હિંમતનગરના હુસેનાબાદ (માલીવાડા) વિસ્તારમાં રહેતા મીરખાન ભીખનખાન મકરાણીએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત જુન મહિનાની શરૂઆતમાં તેમને મલય ભાલચંદ્ર ચોકસી નામના શખ્સ સાથે પરીચય થયો હતો. જેમાં મલય ચોકસીએ પોતાની જાતે ઓમ અફેર ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાનું આઈકાર્ડ બતાવ્યુ હતું અને પોતે આર્મીના નેવી વિભાગના નિવૃત્ત ઓફીસર હોવાની ઓળખ આપી હતી.

આ ઉપરાંત મલય ચોકસીએ નોકરીમાં એક્ષટેન્સન્સ મેળવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર ઓફીસમાં બેસુ છુ પરંતુ હાલ કોરોનાને લઈને ગાંધીનગર સચિવાયલમાં બેસુ છું અને કેટલાક દિવસ દિલ્હી ઓફીસે પણ જતા હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત મલય ચોકસીએ અનુભવને આધારે એનજીઓ ચલાવી બેરોજગારોને જરૂરી તાલીમ આપવા માટે વિવિધ સ્થળે ક્લાસીસ ચલાઉ છું જેના ભાગરૂપે હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં આવેલા ઝેડ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં ક્લાસીસ શરૂ કર્યા હતાં.

(6:03 pm IST)