Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મોડાસાના મેઘરજ રોડ નજીક રાત્રીના સુમારે ત્રણ બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા:શહેરના મેઘરજ રોડ ઉપર ગત રાત્રીના સુમારે પાવનસીટી પાસે એક સાથે ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકના પગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન રાત્રિ કરફયુ લદાયો હતો.જે હાલ શહેરમાં હટાવી દેવાયો છે. ત્યારે લબરમુછીયા યુવાનો ઘોંઘાટીયા બાઈક લઈ રેસ લગાવે છે જેના કારણે રોડ સાઈડ વિસ્તારમાં રહેતા રહીશો પરેશાન થઈ ગયા છે. ત્યારે ગુરૂવારનારોજ શહેરના હાર્દ સમા મેઘરજ રોડ ઉપર પાવનસીટી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા.જેમાં એક યુવકના પગે ઈજાઓ પહોંચતાં ૧૦૮ મારફતે યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 શહેરમાં બાઈકર્સ ગેંગનો ત્રાસ વધી ગયો છે. જેથી પોલીસ તંત્ર સફાળુ જાગે અને ઘોંઘાટીયા બાઈકર્સને ઝડપે તે જરૂરી છે.આમ ત્રણ બાઈકના અકસ્માતની જાણ પોલીસને કરાતાં મોડે મોડે પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.

(6:05 pm IST)