Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ધો.10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા માંગ

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખ્યો પત્ર

અમદાવાદ :કોરોના કાળમાં ધો -10 અને ધો-12ના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્યર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા જરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે .

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યાવસ્થાં છે. કોરોનાના કારણે માર્ચ- 2020થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્યાકરે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ (CBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ- 10 અને ધોરણ- 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યોે છે.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાીનમાં રાખી અને કોરોનાના વધતા જતા કેસ તથા મૃત્યુ આંકને ધ્યાોને લઈ સીબીએસઈના ધોરણ- 10 અને 12ની પરીક્ષા રદ્દ કરવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ- 10 અને ધોરણ- 12ની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનની જાહેરાત કરી છે, જ્યારે બીજી તરફ ધોરણ- 10 અને ધોરણ- 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્યુંપ છે, જેના કારણે ગુજરાતમાં ધોરણ- 10ના 3.80 લાખ અને ધોરણ- 12ના 1.10 લાખ મળીને કુલ 4.90 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓમાં વ્યાતપક ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.

તેમણે મુખ્યમંત્રીને વેધક પ્રશ્નો કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રેગ્યવલર વિદ્યાર્થીઓના સ્વાેસ્યતની ચિંતા કરે છે તેવી જાહેરાતો કરી વાહવાહી લઈ રહી છે, તો રીપીટર વિદ્યાર્થીઓના સ્વાેસ્ય્ંતની ચિંતા કોણ કરશે ? શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી ? શું રેગ્યુલર વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી ગણવામાં આવે છે ? શું રીપીટર્સ વિદ્યાર્થીઓ રીઢા ગુનેગાર છે ? શું રીપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના બાળકો નથી ? શું રાજ્યુ સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને સમાન ધોરણે કોરોના સંક્રમણથી બચાવે ? એવા વેધક પ્રશ્નો ધાનાણીએ મુખ્યકમંત્રી વિજય રૂપાણીને કર્યા હતા.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યિ સરકાર દ્વારા ધોરણ- 10 અને ધોરણ- 12ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાનાર પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓ ખૂબ ચિંતીત છે ત્યારે આ વિદ્યાર્થીઓના હિતમાં સરકાર કક્ષાએથી સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી, યોગ્યા નિર્ણય કરી, કોરોના કાળમાં અન્યિ વિદ્યાર્થીઓની જેમ તેઓને પણ પરીક્ષામાંથી મુક્તિ આપવા મુખ્યમંત્રીને વિનંતી કરી હતી

(7:05 pm IST)