Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

નર્મદા જિલ્લામાં કાર્યરત નોંધારાનો આધાર" પ્રોજેકટની ઉમદા કામગીરી જોઈ મંત્રી રાદડિયાએ રૂ. 51,000નું દાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ચાલી રહેલા નોંધારાનો આધાર" પ્રોજેકટની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે ત્યારે રાજપીપળામાં આવેલા મંત્રી જયેશભાઇ વિઠ્ઠલભાઈ રાદડીયાએ પણ આ ઉમદા કામગીરી જોઈ  રૂ. 51,000નું દાન આપતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા થઈ રહેલી આ સેવા સાચા અર્થમાં વખણાઈ રહી છે.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કાર્યરત "નોંધારા નો આધાર" પ્રોજેકટ અંતર્ગત મંત્રી જયેશભાઇ વિઠ્ઠલભાઇ રાદડિયાની મુલાકાત દરમ્યાન તેમના હસ્તે લાભાર્થી ને ભોજન, કીટ તથા માનવ ગરિમા યોજના અંતર્ગત વિવિધ પ્રકારની ફેરી માટે હાથ લારીની સહાય આપવામાં આવેલ જે ઉમદા કામગીરીની મંત્રીએ વિગત વાર માહિતી મેળવી આ ઉમદા કામગીરીમાં પોતાના યોગદાન તરીકે રૂ.51,000  (એકાવન હજાર રૂપિયા) દાન આપવામાં આવેલ છે જે બદલ મંત્રી નો "સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ" રાજપીપલા હૃદય પૂર્વક આભાર માને છે.

(10:04 am IST)