Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અમદાવાદ એરપોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયોઃ છ કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ

ફ્લાય દુબઈની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી આશરે 2 કિલો જેટલો કોકેઈનનો જથ્થો કબ્જે

અમદાવાદમાં ફરી એક વખત એરપોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી 6 કરોડનું કોકેઈન મળ્યુ છે. NCBએ કોકેઈનના જથ્થા સાથે આફ્રિકન પેડલરની ધરપકડ કરી છે. આશરે 2 કિલો જેટલો કોકેઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ પણ એક આફ્રિકન નાગરિક ચાર કિલો કોકેન સાથે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો હતો. NCBએ 12 ઓગસ્ટના રોજ આ આફ્રિકન કેસની ધરપકડ કરી હતી.

(11:01 am IST)