Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

અસલાલીમાં પ્રાચીન બૂટ માતાજી મંદિરનો જીર્ણોધ્ધાર : નરહરિ અમીનના હસ્તે પૂજન

રાજકોટ,તા. ૩ : અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકામાં અસલાલી ખાતે આવેલ ૨૦૦ વર્ષ પુરાણા શ્રી બૂટ માતાજી મંદિરનો ૬૦ લાખના ખર્ચે જીર્ણોધ્ધાર કરાયો છે.  ગ્રામ પંચાયત દ્વારા ૧૫ લાખના ખર્ચે મંદિર સંકુલમાં ફલોરીંગ કરાયું છે. આ મંદિરમાં ત્રિદિવસીય પૂજન ઉત્સવ ઉજવાયેલ. બૂટ માતાજી, બ્રહ્માણી માતાજી અને કાલિકા માતાજીની મૂર્તિઓ સ્થાપિત છે. રાજ્યસભાના સભ્યશ્રી નરહરિ અમીનના હસ્તે પુનઃસ્થાપન અને પૂજન કરી મંદિર દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે શ્રી બુટ માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રવિણચંદ્ર હીરાલાલ અમીન, મંત્રીશ્રી રાજેન્દ્ર કેશવલાલ પટેલ, ટ્રસ્ટીઓશ્રી મહેન્દ્રભાઇ પટેલ અને શ્રી રાકેશભાઇ પટેલ ઉપરાંત કારોબારીના સભ્યો ગામના આગેવાનો, સરપંચ શ્રીમતી ભાવિકાબેન પટેલ, શ્રીમતી મયુરીબેન વિરેન્દ્રભાઇ પટેલ, (જિલ્લા પંચાયત સભ્ય, અસલાલી),શ્રી ઘનશ્યામભાઇ અમીન, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી અજીતભાઇ પટેલ, શ્રી વિપુલભાઇ શાહ (આર્કિટેકટ), હીરાલાલ આશાભાઇ અમીન પરિવારના સભ્યો અને ગામના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉમંગભેર આરતી અને દર્શનનો લાભ લીધો હતો.

(2:37 pm IST)