Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સુરતના અમિતાભ બચ્‍ચના ફેન્‍સ નિલેશ બોડાવાલાને બીગ-બીએ પત્ર લખીને આભાર વ્‍યક્‍ત કર્યો

મહાનાયકને મેડિટેશન બામ્‍બુ રેઇન સ્‍ટીક ભેટ આપી હતી

સુરતઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ભારત સહિત દુનિયામાં કરોડો ફેન્સ છે. 78 વર્ષની ઉંમરે પણ બિગ બી ખુબ સક્રિય રહે છે. તેઓ પોતાના કામની વ્યસ્તતા વચ્ચે પણ પોતાના શુભેચ્છકોનું અભિવાદન કરવાનું ચુકતા નથી. સુરતમાં રહેલા નિલેશ બોડાવાલા પણ બિગ બીના મોટા ચાહક છે. નિલેશ બોડાવાલાએ પોતાનું ઘર મહાનાયકની તસવીરોથી સજાવ્યું છે.

નિલેશે અમિતાભ બચ્ચનને આપી હતી ભેટ

હાલમાં ચાલી રહેલી કોન બનેગા કરોડપતિ સીઝનમાં પણ નિલેશે ભાગ લીધો હતો. આ સમયે સમયે નિલેશે અમિતાભ બચ્ચનને મેડિટેશન બામ્બુ રેઇન સ્ટીક ભેટ આપી હતી. પરંતુ ત્યારે પ્રત્યક્ષ ભેટ આપી શકાય નહીં. તેના એક સપ્તાહ બાદ અચાનક નિલેશને એક પત્ર મળ્યો હતો. આ પત્ર અમિતાભ બચ્ચને મોકલ્યો હતો અને નિલેશનો આભાર માન્યો છે.

મહાનાયકનો મોટો ફેન છે નિલેશ

સુરતમાં રહેતા નિલેશ બોડાવાલા અમિતાભ બચ્ચનના મોટા ફેન છે. તેણે પોતાના શરીર પણ બચ્ચનનું ટેટુ પણ બનાવ્યું છે. તો તેમના ઘરમાં અમિતાભના પોસ્ટરો અને ફોટાઓ પણ લગાવ્યા છે. નિલેશ આ પહેલા અમિતાભ બચ્ચન સાથે મુલાકાત પણ કરી ચુક્યા છે.

(6:22 pm IST)