Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

નર્મદા : પતિ,પત્ની ઓર વોહ ના ચક્કરમાં પત્નીએ અભયમ હેલ્પલાઇનમાં જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકા પાસે નાં ગામ થી પીનલ (નામ બદલેલ છે.) જેમના પતિ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતા હતા. અને તેને ઘરે લઈને આવતા રહ્યા હતા. અને મારે એને રાખવી છે એમ કરીને હેરાનગતિ કરીને માનસિક ત્રાસ આપતા હતા માટે તેમને ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા રેસકયું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યા બાદ જાણવા મળેલ કે તેમને ૨ વર્ષ નો છોકરો પણ છે. તેમને લવમેરેજ કર્યા હતા અને આઠ વર્ષ લગ્ન નાં થયા હતા. અને ત્યારબાદ તેઓ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતા હતા. ૪ વર્ષ થી તેઓ બીજી સ્ત્રી સાથે અફેર રાખ્યા અને ચાર દિવસ પહેલા લઈને ભાગી ગયા હતા,ત્યારબાદ તેઓ તે સ્ત્રી ને ઘરે લઈને આવ્યા અને કહેતા કે મારે એને જ રાખવી છે,હું બંને ને પત્ની બનાવીને રાખીશ તેમ જણાવતા અને તે સ્ત્રી ૨૧ વર્ષ ની હતી અને તેના લગ્ન થયા ન હતા.તે જણાવતી કે કઈ પણ થાય પણ હું એમના જોડે જ લગ્ન કરીશ અને તેઓ મને રાખવા તૈયાર જ છે.
હકીકત જાણ્યા બાદ અભયમ ટીમે બંને પક્ષોનું કાઉનસેલિંગ કરી કાયદાકીય માહિતી આપી.પીનલ બહેન જણાવતા કે બંને જણ મને ધમકીઓ આપે છે.છોકરીના ઘરના પણ મારા સાથે ઝગડો કરે છે. તેથી તેમને આગળ ની કાર્યવાહી માટે દેડીયાપાડા પોલીસ સ્ટેશન માં રજૂ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે.

(11:19 pm IST)