Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

CBSCમાંથી મેથેમેટિક્સ બેઝિક સાથે ધો.10 પાસ કરનાર વિદ્યાર્થીને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ નહિ આપી શકાય

ધો.10માં મેથેમેટિક્સ બેઝીક રાખનારા વિદ્યાર્થી CBSC બોર્ડની શાળામાં ધો.11માં ગણિત વિષય રાખી શકતો નથી

અમદાવાદ :  CBSC બોર્ડમાંથી મેથેમેટિક્સ બેઝિક સાથે ધો.10 પાસ કરનારા કોઇપણ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી શકાશે નહીં તેવું બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ અંગેની રાજયની તમામ શાળાઓના આચાર્યોને જાણ કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા જારી કરાયેલી પરિપત્રમાં જણાવ્યું છે કે, CBSCમાં ધો.10માં વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં મેથેમેટિક્સ બેઝીક અને મેથેમેટિક્સ સ્ટાર્ન્ડડ એવા બે વિકલ્પો આપવામાં આવે છે. ધો.10માં મેથેમેટિક્સ બેઝીક રાખનારા વિદ્યાર્થી CBSC બોર્ડની શાળામાં ધો.11માં ગણિત વિષય રાખી શકતો નથી. અને CBSCમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી શકાય નહીં.

વધુમાં જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ CBSC બોર્ડમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝીક સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં કોવિડ 19 પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને શૈક્ષણિક વર્ષ 2020-21 પુરતું જ ધો.11 ( વિજ્ઞાન પ્રવાહ )માં માત્ર બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં કેટલીક શાળાઓ દ્વારા ઉક્ત પરિપત્રોની જોગવાઇનું ઉલ્લંઘન કરીને CBSC બોર્ડમાંથી ધો.10માંથી મેથેમેટિક્સ બેઝીક સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવ્યો ચે. જે બાબત બિલકુલ અયોગ્ય છે. છેલ્લે પરિપત્રમાં સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે કે, સીબીએસઇ બોર્ડમાંથી મેથેમેટ્કિસ બેઝિક સાથે ધો.10 પાસ કરનાર કોઇપણ વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપી શકાશે નહીં.

(11:39 pm IST)