Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરાના મહેમાન બનેલા એસ. જયશંકર તથા ૬૦ થી વધુ રાજદ્રારીઓએ ગુજરાતના ભાતીગળ પોશાકમાં માણ્‍યો નવરાત્રી ગરબાનો આનંદ

વિદેશમંત્રી એસ. જયશંકર તથા તેના ધર્મપત્‍ની એ મા અંબાની આરીત ઉતારીને ધન્‍યતા અનુભવીઃ ખલૈયાઓ સાથે વાતો કરીને સેલ્‍ફી લીધી

વડોદરાઃ વડોદરના મહેમાન થઇ ને આવેલા વિદેશમંત્રી એસ. જયશંકર તથા ૬૦ થી વધુ રજદ્વારીઓએ ગુજરાતના ભાતીગળ પોશોકમાં નવરાત્રીના ગરબાનો આનંદ માણ્‍યો હતો. એસ. જયશંકરે અને ધર્મપત્‍ની કયોકો જયશંકર બન્‍નેએ મા અંબાથી આરી ઉતારીને ધન્‍યતા અનુભવી હીત.

નવરાત્રીના  સમયમાં વ્યક્તિ ગુજરાત આવે અને  ગરબાની મજા માણ્યા વિના રહે એવું તો બને જ નહીં.  ગુજરાતમાં નવલા નોરતાની રમઝટ જામી છે અને  નવરાત્રીનો તહેવાર ચરમસીમાએ છે ત્યારે ગુજરાતમાં પધારેલા અતિથીઓ પણ  શક્તિની ભક્તિની આ તહેવારમાં સામેલ થયા છે.  વડોદરા ખાતે ગુજરાતના મહેમાન બનેલા  વિદેશમંત્રી  એસયજયશંકર   60 વિદેશી રાજદૂતો  સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે  ખાતે નવરાત્રીની રંગત માણી હતી. તેઓ આ ગરબા મહોત્સવમાં ભાતીગળ ભરતકામ કરેલી કોટી  પહેરીને તેઓએ  ખેલૈયાઓ  સાથે   ફોટા પણ  પડાવ્યા હતા.

વડોદરાની વિરાસત અને ગુજરાતની અસ્મિતા એવા દુનિયાના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવને નિહાળી વિદેશી રાજદ્વારીઓ અભિભૂત  થઈ ગયા હતા.  આમ તો વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રીમાં બને છે. પરંતુ એક સાથે વિવિધ દેશોના 60 થી વધુ રાજદ્વારીઓએ ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની હતી.

વિદેશમંત્રી  એસયજયશંકર અને તેમના ધર્મપત્ની  કયોકો જયશંકરે મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી  અને ત્યારબાદ વિદેશમંત્રી હાજર ખેલૈયાઓને મળ્યા હતા. કેમ છો ? કહીને તેમણે ખેલૈયાઓના સહજ ભાવે ખબર-અંતર પૂછયા હતા. આ દરમિયાન ખેલૈયાઓએ મંત્રી સાથે સેલ્ફી લીધી હતી.  મહેમાન બનેલા રાજદ્વારીઓએ કૂતૂહલ સાથે ખેલૈયાઓના  ગરબા નિહાળ્યા હતા.

વિદેશી ડેલીગેશન સાથે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને મતી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, સીમાબેન મોહિલે, વડોદરાના મેયર કેયુરભાઇ રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર મતી શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા

(1:19 pm IST)