Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજપીપળા એસ.ટી.ડેપોમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો :આરોપીઓ ઝડપાયા

યુવાનોની પૂછપરછ કરતા તેમની હીરાની લૂંટ કરી હોવાની કબૂલાત કરી

નર્મદાના રાજપીપળા એસ.ટી.ડેપોમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે લૂંટારૂઓને ઝડપી પાડ્યાં છે. છોટાઉદેપુરથી સુરત જતી એસ.ટી બસના ડ્રાઇવરને આંગડિયા કર્મચારીએ હીરાના પાર્સલ આપ્યા હતા. જેથી ડ્રાઇવરે 16 લાખ 61 હજારની કિંમતના 8 હજાર 768 નંગ હીરા પોતાની સીટ નીચે સુરક્ષિત મૂક્યા હતા. પરંતુ બસ રાજપીપલા ડેપો પર પહોંચતા ડ્રાઇવર નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા.

પણ જ્યારે ડ્રાઇવર પરત ફરતા હીરાના પાર્સલ ગાયબ હતા. ડ્રાઇવરની ફરિયાદને આધારે રાજપીપલા પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ બે યુવાનોને ઝડપી પડ્યા હતા. શંકાસ્પદ યુવાનોની પૂછપરછ કરતા તેમની હીરાની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:50 pm IST)