Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કરજણની ચૂંટણીમાં વિડીયો વાયરલ થતા ચૂંટણી પંચ દ્વારા તપાસના આદેશ

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાની પત્રકાર પરિષદ

અમદાવાદ, તા. ૩ :  ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મામલે મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૨૩.૨૯ ટકા મતદાન થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. હજી સુધી કોઇ લેખિત ફરિયાદ નથી મળી. મતદારોને અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા કરાઇ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મોરબીમાં ભાજપની પત્રિકા વહેચવા મામલે પોલીસને તપાસની સૂચના અપાઇ છે. મીડિયામાં આવેલા વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. મીડિયાના માધ્યમથી ૨ વીડિયો અંગે માહિતી મળી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, લીંબડીના ગેડીમાં બોગસ મતદાન નથી થયું. ગેડીમાં બોગસ મતદાન અંગે રિપોર્ટ માંગ્યા છે. પ્રથમ વાર ગેડીમાં બોગસ રીતે મતદાન થયું હોવાનું સામે નથી આવ્યું પરંતુ આ અંગેનો રિપોર્ટ આવવાની રાહ જોઇ રહ્યાં છીએ. કરજણની દ્યટના અંગે પણ યોગ્ય પગલાં લેવાશે. આ અંગે કલેકટર પાસે રિપોર્ટ માંગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણની પેટાચૂંટણીને લઇને રૃપિયા આપ્યા હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે કરજણમાં ભાજપના કાર્યકરો પર પૈસા આપ્યાનો આરોપ લાગ્યો છે. ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે કરજણના પોર-ઇટાલા વિસ્તારનો હોવાનું અનુમાન છે. જયારે બીજી બાજુ કરજણની પેટાચૂંટણીમાં રૃપિયા વેચતા કોંગ્રેસના ૨ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. સોહેલ ચૌહાણ અને વિગ્નેશ પટેલ નામના ૨ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રૃપા ગામ નજીકથી ૨ કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસના પેટ્રોલિંગ દરમ્યાન આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે મિત પટેલ હજી ફરાર છે. ૫૭ હજાર રોકડ રૃપિયા સાથે પોલીસે આ કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

(2:09 pm IST)