Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વડોદરામાં મકરપુરા પોલીસે બાતમીના આધારે આઇપીએલ પર સટ્ટો રમાડતા બે આરોપીને સમા તળાવ બ્રિજ નજીકથી ઝડપી પાડ્યા

વડોદરા: શહેરમાં મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે હાલમાં ચાલતી આઈપીએલની સિઝન ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા અને તેના હિસાબ કરતા બે આરોપી સોમા તળાવ બ્રિજ પાસે બેઠા છે. જેથી મકરપુરા પોલીસે તપાસ કરતા એક્ટીવા પર બેસેલા ઇમરાન ખાન ફિલ્મ અમીર ખાન પઠાણ મધુનગર અને સંદીપ જગદીશભાઈ અઢિયા વાઘોડિયા રોડ મળી આવ્યા હતા.

બન્નેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓ મોરબીના વિનય નામના શખ્સ પાસેથી ઓનલાઇન સટ્ટો રમવાનું આઇડી લીધો હતો અને ગોધરાના રાકેશ નામના શખ્સ પાસે કટીંગ કરાવતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી બે મોબાઇલ ફોન લેપટોપ અને સ્કૂટર મળીને કુલ રૂપિયા 69,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:49 pm IST)