Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબીની દુર્ઘટના બાદ તંત્રની ઊંઘ ઉડી : વડોદરામાં જર્જરીત સ્કાયવોક કરાયો બંધ

સ્કાયવોકમાં તળિયાના પતરા કાટને કારણે સડી ગયા છે. જેના કારણે પુલ પર ચાલવું જોખમી સાબિત થઈ શકે

વડોદરા શહેરનાં રેલવે સ્ટેશન પાસેનાં સ્કાયવોકનાં, રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ અને રસ્તાને જોડતા આ સ્કાયવોકને બંધ કરી દેવામાં આવ્યો છે. તેનું કારણ છે સ્કાયવોકની દુર્દશા. સ્કાયવોકમાં તળિયાના પતરા કાટને કારણે સડી ગયા છે. જેના કારણે પુલ પર ચાલવું જોખમી સાબિત થઈ શકે છે. ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. જો કે હવે જઈને મનપા કમિશનરને જ્ઞાન લાધ્યું કે સ્કાયવોકની ચકાસણી કરવી જોઈએ.  

મોરબીની દુર્ઘટના બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું અને કમિશનરે સ્કાયવોકની ચકાસણી કરવાનો આદેશ આપી દીધો છે .

(12:29 am IST)