Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ગુજરાતના ફોટોગ્રાફરની તસ્‍વીર ‘ન્‍યુયોર્ક ટાઈમ્‍સ'ના ફ્રન્‍ટ પેઈજ ઉપર ચમકી

રાજકોટઃ ગુજરાતના સુપ્રસિધ્‍ધ ફોટો જર્નાલીસ્‍ટ અને એજન્‍સી ફ્રાન્‍સ (એએફપી)ના તસ્‍વીકાર શ્રી સામ પંથકીએ મોરબી પૂલ હોનારતની ઝડપેલ એક તસ્‍વીર દુર્ઘટનાના બીજા જ દિવસે વિશ્વના પ્રથમ હરોળના ગણાતા ‘ધ ન્‍યુયોર્ક ટાઈમ્‍સ'ની  ૨ જી નવેમ્‍બરની ઈન્‍ટરનેશનલ એડીશનમાં  ફ્રન્‍ટ પેઈજ ઉપર પ્રસિધ્‍ધ થયેલ છે. કોઈ ભારતીય ફોટો-જર્નાલીસ્‍ટની તસવીર ન્‍યુયોર્ક ટાઈમ્‍સના પ્રથમ પેઈજ ઉપર પ્રસિધ્‍ધ થાય તેવું ભાગ્‍યે જ બને છે. શ્રી સામ પંથકી અમદાવાદ ખાતે રહે છે પણ તેમની ચાંપતી નજર સમગ્ર ગુજરાતના  ખૂણે ખૂણે બનતી ઘટના ઉપર હોય છે. તેમના ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. (મો.૯૮૨૪૦ ૫૧૫૨૯)

 

(10:52 am IST)