Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પ્રજાપતિ સમાજને વસ્‍તીના ધોરણે ટીકીટ ફાળવવા કોર કમીટીની માંગણી

રાજકોટ, તા., ૩: ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના કોર કમીટીના સભ્‍યોની યાદીમાં જણાવેલ છે કે પપ લાખથી વધુ વસ્‍તી ધરાવતા પ્રજાપતિ સમાજને વસ્‍તીના ધોરણે વિધાનસભામાં ટીકીટ ફાળવવામાં આવતી નથી. બક્ષીપંચ સમાજમાં ૩ નંબર વસ્‍તી ધરાવતો પ્રજાપતિ સમાજ આ વખતે તેમના હક્ક માટે લેખીત રજુઆતો કરી છે અને ગુજરાતમાં સમાજની વસ્‍તીના આધાર ઉપર ૧૦ ટીકીટની માંગણી કરી રહેલ છે. ર૦રરની વિધાનસભામાં ગુજરાતમાં ૪૨ સીટ ઉપર પ્રજાપતિ સમાજના વોટ નિર્ણાયક વોટ છે. પ્રજાપતિ સમાજ ૯પ ટકા ભાજપ સાથે જોડાયેલ છે. સમાજની વ્‍યાજબી લાગણી અને માંગણી છે કે આ વખત સમાજ પુરો હક્ક અને માંગણી લઇ પ્રદેશ નેતૃત્‍વને સમાજની લાગણી અને માંગણી પહોંચાડવામાં આવી છે.

ગુજરાતમાં ચાલતા પ્રજાપતિ સમાજના અલગ અલગ સંગઠનોએ સામુહીક રજુઆત કરી ૧૦ ટીકીટની માંગણી ભાજપ ગુજરાત પ્રદેશ સમક્ષ કરવામાં આવી છે. બક્ષીપંચ જ્ઞાતિમાં આવતા અન્‍ય નાના સમાજો પણ પ્રજાપતિ સમાજ સાથે છે. આ વખતે પ્રજાપતિ સમાજને પુરી આશા બંધાણી છે. જો પુરતો ન્‍યાય નહી મળે તો સમસ્‍ત ગુજરાત પ્રજાપતિ સમાજનો આક્રોશ બહાર આવવાની પુરેપુરી શકયતા હોવાનું કોર કમીટીના યોગેશભાઇની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)