Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જિલ્લા પંચાયતમાં આચારસંહિતાનો અમલ : પદાધિકારીઓની ચેમ્‍બરો બંધ

સામાન્‍ય સભા પુરી થઇ અને ચૂંટણી જાહેર થઇ

રાજકોટ તા. ૩ : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં તેની સીધી અસર જિલ્લા પંચાયતમાં દેખાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પહેલા થોડીક મિનિટોએ જ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા મળી હતી. પંચાયતના કાર્યક્ષેત્રમાં આચારસંહિતાના કડક અમલ માટે ડીડીઓ શ્રી દેવ ચૌધરીએ સૂચના આપી છે. તેઓ જિલ્લાના ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે પણ ફરજ બજાવશે.

પંચાયતમાં હોદ્દાની રૂએ માત્ર પ્રમુખને સરકારી ગાડી મળે છે તે પરત લઇ લેશે. પંચાયતના તમામ પદાધિકારીઓને મળતી ચેમ્‍બર આજથી બંધ કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂરી ન થાય ત્‍યાં સુધી પદાધિકારીઓના નામની પ્‍લેટ ઉતારી લેવામાં આવશે. પંચાયતના રાબેતા મુજબના વહિવટ સિવાય મતદારોને પ્રલોભન મળે તેવી કોઇ નવી કામગીરી શરૂ થશે નહિ. આજથી પંચાયત કચેરીમાં રાજકીય વાતાવરણ શુષ્‍ક થઇ ગયું છે.

(4:06 pm IST)