Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

નડિયાદ:મહેમદાવાદ પોલીસે સાયબર ક્રાઇમના ગુનાહમાં મદદ કરનાર રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડયા

નડિયાદ : છાશવારે મોબાઈલ ફોન ઉપર અજાણ્યા શખ્સો ફોન કરી એટીએમ કાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટની જાણકારી મેળવી બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે મહેમદાવાદ પોલીસે સાઇબર ક્રાઇમના ગુનામાં મદદગારી કરનાર રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭/૧૦/૨૨ ના રોજ હેમરાજ મણિકલાલ કામદાર, એડિશનલ સેક્રેટરી, ભારત સરકાર એ તા.૧૪/૧૦/૨૨ ના રોજ પોતાના મોબાઇલમાં અજાણ્યા મોબાઈલ પરથી મેસેજ તથા લિંક આવતા ક્લિક કરતા એસબીઆઇ બેન્ક ની સાઈડ ખોલતા ઓટીપી નંબર મેળવી અલગ અલગ ત્રણ ટ્રાન્જેક્શન માં ગઠીયાએ રૂ. ૨,૨૪,૧૪૮ ઉપાડી લઈ સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ લઈ મહેમદાવાદના પો.ઇ.એચ.વી. સીસારાએ સાઇબર ગુનાઓ શોધવા તપાસ ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે તથા બેંક માંથી કેટલીક વિગતો મેળવી તપાસ કરતા ઝારખંડની જામતારા ગેંગના મુખ્ય સૂત્રધારોએ કોલ કરી ઓટીપી મેળવી અલગ અલગ બેન્ક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા ટ્રાન્સફર થયેલા નાણા રાજસ્થાન હરિયાણા બોર્ડર પરના ચુરુ જિલ્લાના બે ખાતા ધારકોના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા હતા. જે આધારે પોલીસે એક ટીમ ચુરુ મોકલી આપી આ બંને ખાતાધારકોને ઝડપી પાડયા હતા. 

(6:42 pm IST)