Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

રાજ્યમાં કોરોના થાક્યો: નવા 36 કેસ નોંધાયા: વધુ 23 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.039 થયો :કુલ 12.65,457 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 6368 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 436 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 23 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.457 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,039 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.10 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 10.773 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,74.88.066  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 436 એક્ટિવ કેસ છે.જેમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 435 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 36 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 9 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ,સુરતમાં 2 કેસ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,મહેસાણા,રાજકોટ કોર્પોરેશન,સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

(8:06 pm IST)