Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજપીપળામાં લાંચમાં પકડાયેલા રેવન્યુ તલાટીની નિમિષા રાવતની જામીન અરજી ફગાવતી સેસન્સ કોર્ટ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ધારીખેડા સીમમાં ફરિયાદીના માતાનું મરણ થવાથી તેમનું નામ કમી કરવા માટે રેવન્યુ તલાટી નિમિષાબેન બી રાવતએ રૂ.1000ની લાંચની માંગણી કરેલ જે ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીના છટકાનું આયોજન કરેલ જેમાં પંચની હાજરીમાં ટાળતીએ લાંચની રકમની માંગણી કરી, સ્વીકારી અને તે રકમ તેઓ પાસેથી રિકવરી થતા ગુનો દાખલ થયેલ જેમાં તલાટીએ રાજપીપળા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ફરિયાદ પક્ષે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની દલીલોને ગ્રાહ રાખતા રાજપીપળા સેસન્સ જડ્જ એન પી ચૌધરીએ લાંચ લેનાર તલાટીની જામીન અરજી રદ કરી છે.

(11:44 pm IST)