Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગ બાળકો-યુવાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

અમદાવાદ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અમદાવાદની દિવ્યાંગ જન શાળા તેમજ સદવિચાર પરિવાર સંચાલિત દિવ્યાંગ પૂર્નવસન કેન્દ્રના બાળકો-યુવાઓએ વિશ્વ દિવ્યાંગ જન દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
વિશ્વભરમાં ત્રીજી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ જન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિવ્યાંગ દિવસ અંતર્ગત આ બાળકો-યુવાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. ભુપેન્દ્રભાઈ પટેલે પણ આ બાળકો-યુવાઓ સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો. 

 

(6:41 pm IST)