Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વડોદરાના દુમાડ હાઇવે નજીક સાંજના સુમારે પોલીસે કારમાંથી પાંચ શંકાસ્પદ યુવાનોને ઝડપી પાડયા

વડોદરા:પાસે હાઈવે પર ગઈ મોડી સાંજે પોલીસે એક કારમાંથી પાંચ શંકાસ્પદ યુવકોને ઝડપી પાડયા હતા. જે પૈકી ત્રણ જણા નશામાં ધૂત હતા.

દુમાડ હાઈવે પર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રસ્તાની એકબાજુ પાર્ક થયેલી કાર પ્રત્યે શંકા જતા પોલીસે ચેકિંગ કર્યું હતું.જે દરમિયાન વચ્ચે બેઠેલા ત્રણ જણા દારૂ પીધેલા જણાઈ આવ્યા હતા.

પીધેલાઓમા રવિ પ્રકાશ ભાઈ વસાવા (નવી વસાહત, આજવા રોડ), કમલેશ અરવિંદભાઈ વસાવા (વ્રજભૂમિ સોસાયટી આજવા રોડ બાપોદ) અને દીપક જયંતીભાઈ વસાવા (નવી વસાહત,આજવા રોડ) નો સમાવેશ થાય છે. જ્યારે, આગળ બેઠેલા અવિનાશ પ્રતાપ સિંહ રાજપૂત અને હિતેશ અરવિંદભાઈ વસાવા (બંને રહે.નવી વસાહત, આજવા રોડ) પાસે લાકડી મળી આવી હતી. જેથી આ યુવકો ક્યાં જવા નીકળ્યા હતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

(6:47 pm IST)