Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

આજે રાજકોટ સહિત રાજયભરના ૧૬ હજાર સસ્તા અનાજના દુકાનદારોની હડતાલઃ ફુડ સેફટી લાયસન્સ- બે જામીન મુખ્ય મુદા અંગે લડત

દુકાનમાં ગેરરિતી ઝડપાઇ તો ૭૫ હજારના બે જામીન આપવાનો નવો કાયદો નક્કી કરાતા દેકારો..: ગોડાઉનમાંથી આવતા ઘઉં-ચોખ્ખા સડેલા નીકળે તો જવાબદારી દુકાનદારની ફીકસ કરતા ફાટી નીકળેલો રોષઃ રાજકોટમાં અનેક દુકાન ઉપર કાર્ડ હોલ્ડરોને ધક્કા

રાજકોટ, તા.૪: સોમવારે રાજકોટ શહેર- જિલ્લાના ૭૦૦ સહિત ગુજરાતભરના ૧૬ હજારથી વધારેે સસ્તા અનાજના દુકાનદારો એક દિવસની પ્રતીક હડતાલ ઉપર ઉતરી જતા સેંકડો કાર્ડ હોલ્ડરોને ભારે ધક્કા થયા હતા. ગરીબોને ઘઉં-ચોખ્ખાનું વિતરણ ખોરંભે પડયું હતું. એટલું જ નહિ જો પ્રશ્નોના નિવડે નહી આવે તો ફેબ્રુઆરીમાં બે મુદતી હડતાલનું પણ એલાન આપી દેવાયું છે. આ અંગે 'અકિલા' ને માહિતી આપતા સસ્તા અનાજના દુકાનદાર માવજીભાઇ રાખશીયા અગ્રણી હોદેદારશ્રી  એસો. નરેન્દ્રભાઇ ડવે નાજણાવ્યું હતું કે સરકારી ગોડાઉનમાંથી  પુરવઠાની ફાળવણી હોવા છતાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનું લાયસન્સ ફરજીયાત એક મહિનામાં લેવાનો નિયમ, ઉપરાંત જે તે દુકાનમાંથી  મીલ સડેલો ખરાબ નીકળે તો દુકાનદારની જવાબદારી નથી, કોઇપણ દુકાનમાં અપૂરતી ઝડપાઇ તો ૭૫-૭૫ હજારના બે જામીન ફરજીયાત આપવાના નવા કાયદા સામે અમારો પ્રચંડ વિરોધ છે, દરેક દુકાનદારમાં રોષ છે, ઉપરોકત ત્રણેય નિયમો અન્યાયી છે.

તેમણે જણાવેલ કે રાજયભરના ૧૬ થી ૧૭ હજાર દુકાનદારોના ૬૮ કરોડ રૂપિયા એક વર્ષથી બાકી છે, જે પૂરવઠા નિગમ આપતુ નથી, આ રકમ ૨૦૧૯-૨૦૨૦ની દુકાનદારોએ ચલણભરી મેળવેલા ખાંડ, ઘઉં-ચોખ્ખા -ચણાદાળ સરકારે મફત વિતરણ કરી દીધા તેની છે, તો ગયા ઓકટોબરે -નવેમ્બર મહિનાનું કમીશન પણ સંખ્યાબંધ દુકાનદારોને મળ્યું નથી. માવજીભાઇએ જણાવેલ કે હવે દુકાનદારોને પોષાતુ નથી, રાજકોટમાં ૧૦ દુકાનદારોએ તો કંટાળીને રાજીનામા આપી દીધા છે, જે મંજૂર થઇ ગયા છે, હજે કેટલાય રાજીનામા દેવાની તૈયારીમાં છે.

(11:05 am IST)