Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

નાંદોદ તાલુકના 3 ગામોના જરૂરીયાતમંદ બાળકોને મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ગરમ વસ્ત્રોનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ઠંડી નું પ્રમાણ વધ્યું હોય જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં મજુરીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારો માટે મોંઘા વસ્ત્રો ખરીદવા શક્ય ન હોય માટે નાંદોદ તાલુકના માંગરોલ ગામના વતની અને વર્ષોથી સેવકર્યો કરનાર મહેન્દ્રભાઈ પ્રજાપતિએ હાલ શિયાળાની ઠંડીમાં ઠુઠવાતા જરૂરીયાતમંદ બાળકોને ગરમ વસ્ત્રો આપવાનું બીડું ઝડપ્યું છે.જેમાં આજરોજ નાંદોદ તાલુકના માગરોલ,લાછરસ અને ભદામ ગામના શેરડી કાપનાર ખેત મજૂરના બાળકો ને ઠંડી થી રાહત મળે તે માટે ગરમ વસ્ત્રોનું વિતરણ કરી માનવતા નું કામ કર્યું છે

(11:45 am IST)