Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રાજકોટ, અમરેલી, બોટાદમાં ફરજ બજાવેલ

નિવૃત આઇ.એ.એસ. અધિકારી વી.સી. વર્માનું સુરતમાં અવસાન

રાજકોટ, તા. ૪ : રાજયના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી વી.સી. વર્માનું તા. ૧ જાન્યુઆરી સુરત ખાતે દુઃખદ અવસાન થતા ચાહકોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. હૃદયરોગના તીવ્ર હુમલાના કારણે ઘરે જ પળવારમાં તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

૬૬ વર્ષના શ્રી વી.સી. વર્મા ભુતકાળમાં ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ જિલ્લા કલેકટર શિક્ષણ વિભાગમાં સંયુકત નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચૂકેલ. જુલાઇ ર૦૧પમાં નિવૃત થયા બાદ સુરતમાં પરિવાર સાથે નિવૃત જીવન ગાળતા હતા. ખુબ માયાળુ મહેનતુ અને ફરજનિષ્ઠ અધિકારી તરીકે જાણીતા હતા. (સંપર્ક : મો. ૯૮રપ૦ ૩૯૧પ૦  સુરત)

(2:39 pm IST)