Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અધધ બે નામી સંપત્તિ શોધી કાઢનાર કેશવ કુમારને સ્થાને કોણ?

CM દ્વારા ૫૦ લાખની ઐતિહાસિક લાંચના આરોપીને પકડવા બદલ અભિનંદન અપાયા છે તેવા ACB ટીમના સુકાની ગણત્રીના માસમાં નિવૃત્ત થાય છે : સીબીઆઈ અનુભવ આધારે જબરજસ્ત અભિયાન દ્વારા તમામ વિભાગના કટકી બજો ને જાળમાં લઇ સંતોષ માનવને બદલે જામીન નહિ રિમાન્ડ મળે તે માટે કાર્યરત. નવા ACB વડાં અંગેની ચર્ચા સરકાર કે પોલીસ તંત્ર પૂરતી મર્યાદિત રહેવાને બદલે સરકારી અર્ધ સરકારી વિભાગોમાં આ બાબત હોટ ટોપિક. એસપી..ડીઆઈ અને આઇજી બઢતી ચાલુ માસે કે પછી સ્થાનિક સ્વરાજય ચૂંટણી પછી? IPS અધિકારીઓમાં એક જ ચર્ચા ટોચ પર

રાજકોટ તા. ૪ : આણંદમાં ગુજરાતના ઇતિહાસમાં કોઈ પોલીસ સ્ટાફ દ્વારા ન મગાયેલ હોય તેવી ૫૦ લાખની લાંચ માગનાર અમદાવાદ આર.આર.સેલ ના પોલીસ સ્ટાફ સામે પગલા લેવા બદલ ACB વડાં કેશવ કુમાર ટીમને મુખ્ય મંત્રી દ્વારા બિરદાવ્યા છે અને જેમના માર્ગદર્શન હેઠળ ૩ ડઝન થી વધુ કટકી બજો પાસેથી ૫૦ કરોડ થી વધુ બેનામી મિલકતો કબ્જે કરાવી ઇતિહાસ સર્જનાર કેશવ કુમાર હવે ગણતરીના માસમાં નિવૃત્ત્। થનાર છે ત્યારે તેમનું સ્થાન હવે કોણ લેશે? તે અંગેની ગરમાગરમ ચર્ચા માત્ર પોલીસ વિભાગમાં જ નહિ વિવિધ સરકારી ખાતાઓ તથા અર્ધ સરકારી તંત્રમાં ખાનગીમાં ચાલે છે.

 રાજય સરકાર પણ કેશવ કુમાર દ્વારા જે રીતે સપાટો બોલાવી પોતાનો CBI નો બોહળો અનુભવ કામે લગાડી હાલના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટયા દ્વારા ટેકનોલોજીનો મહદ ઉપયોગ કરેલ તે પદ્ઘતિ ચાલુ રાખવા સાથે વિવિધ વિભાગના તજજ્ઞો સાથ ફોરેન્સિક સાયન્સ નો સમન્વય સાધી લાળ સહિતના પુરાવા દ્વારા કેશો સાબિત કરવા તથા કટકી બજોને જામીન ન મળે તેવું માળખું ગોઠવ્યું અને તેમના સદનશીબે તેમને ઘણા સારા મદદનીશ નિયામક મળ્યા.

કેશવ કુમાર ટીમ દ્વારા ફકત છટકું ગોઠવી સંતોષ લેવાને બદલે આવા વગદાર અધિકારીઓને જમીન નહિ રિમાન્ડ મળે તે પ્રકારે જે રીતે તંત્ર ગોઠવી લાંચની માંગણી કરનાર પછી ભલે પોલીસ તંત્ર સાથે સંકળાયેલ હોય કોઈને ન છોડવામાં આવતા હોવાની છાપ દ્રઢ બનતા રૂપાણી સરકારની છબી પ્રજામાં પ્રજવલિત થયેલ છે ત્યારે હવે ભવિષ્યમાં આ છબી યથાવત રહે તે રીતે મારા નહિ પણ સારા સ્વચ્છ છબી વાળા અધિકારી અંગે ગાંધીનગર માંથામળ કરે છે.

આઈ.એ.એસ.લેવલે મુકેશ કુમાર દંપતી વિગેરે ને બઢતી આપ્યા બાદ આ લેવલે વિશેષ બઢતી ને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સુધી બ્રેક લાગશે તેવા સમાચારો વચ્ચે બઢતી માટે હક્કદાર ૨૦૦૭ બેચના આઈપીએસ અધિકારીઓની બઢતી..આઇજી થી એડી. ડીજીપી તથા ડીઆઇજી થી આઇજી ના પ્રમોશન ઢીલમાં પડશે કે કેમ,? તે બાબતે અવઢવ શરૂ થયેલ છે. જીલ્લા કક્ષાએ ફકત ખેડા એસ.પી.તથા જામનગર એસપી હોવાથી જિલ્લા લેવલે મોટા ફેરફાર કરવાને બદલે આ બેચના અફસરોને બઢતી આપી શકાય..આઇજી લેવલ ૨ અને ડીઆઈજી લેવલે ફકત એક અધિકારી હોવાથી બઢતી ચાલુ માસે મળે તેવું જાણકારો માનવા સાથે ઈચ્છે છે.

(3:13 pm IST)