Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વડોદરા:વારસિયા રિંગ રોડ નજીક પિતાની સંપત્તિ બાબતે થયેલ તકરારમાં કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો થતા ચકચાર

વડોદરા: શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી મોતી નગર સોસાયટીમાં રહેતા દિપક હરકિશન ભાઈ ગુરુ મુખ વાણી ઘડિયાળનો ધંધો કરે છે અને તેમની દુકાન માંડવી રોડ જમનાબાઇ હોસ્પિટલની સામે આવેલી છે તેના પિતાનું 3 મહિના પહેલા હૃદય રોગના હુમલાથી મોત થયું હતું ત્યારબાદ દીપક અને તેના કાકા રવિ ગોવિંદરામ ગુરૂમુખવાણી વચ્ચે મિલકત ના ભાગ બાબતે તકરાર થઇ હતી.

દિપક એ પોતાના કાકાને વારસિયા વિસ્તારમાં આવેલી બીજી પ્રોપર્ટી વડીલોપાર્જીત મિલકત ના હિસાબે લખી આપી હતી તેમ છતાં ગઈકાલે તેના કાકા અને કાકા ના બે પુત્રો દીપક ના ઘરે ગયા હતા અને અમને પ્રોપર્ટીમાં ભાગ આપ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

દિપક એ જણાવ્યું હતું કે મેં તમને ભાગ આપી દીધો છે હવે તમે શેનો ભાગ માંગો છો દીપક ના જવાબ દિવસ પહેલા તેના કાકા અને પિતરાઇ ભાઇઓએ લાકડી અને ચપ્પુ વડે તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો તેમજ તેના કાકી એવી ધમકી આપી હતી કે હું મારા કપડાં ફાડીને તેને ખોટા કેસમાં ફસાવી દઈશ. વારસિયા પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:43 pm IST)