Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

સુરતના અમરોલી-કોસાડ આવાસ નજીક શાળાના કંપાઉન્ડમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે 57 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

સુરત: શહેરના અમરોલી-કોસાડ આવાસ નજીક મનપા સંચાલિત ઉર્દુ સ્કુલના કંમ્પાઉન્ડમાં જુગાર રમતા 6 જુગારીને ઝડપી પાડી પોલીસે રૂા. 57,520 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે બાતમીના આધારે અમરોલી-કોસાડ આવાસ એચ-2 નજીક ઉર્દુ સ્કુલના કંપાઉન્ડમાં દરોડા પાડયા હતા. જયાંથી પોલીસે જુગાર રમતા ઝુબેર ઇસ્માઇલ પટેલ (ઉ.વ.50), એમ્બ્રોડરી કારખાનાના કારીગર મોહસીન મૌયુદ્દીન ચૌહાણ (ઉ.વ.30), ઝુબેર સલીમ શેખ (ઉ.વ.40), ઇબ્રાહીમ યાકુબ પટેલ (ઉ.વ.43), અંકુર રાકેશ તિવારી (ઉ.વ.20 તમામ રહે. કોસાડ આવાસ અમરોલી) અને રત્નકલાકાર વિજય કાળુભાઇ પટેલ (ઉ.વ.45 રહે. ધર ન.1102 પાર્થ સોસાયટી ગુ.હા.બોર્ડ અમરોલી) ને ઝડપી પાડી તેમની અંગજડતીના રોકડા રૂા. 32,850 અને જુગારના દાવના રોકડા રૂા. 26,740 મળી કુલ રૂા. 57,520 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

(5:44 pm IST)