Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ભિલોડા તાલુકાના કુડોલ ગામે ખેતરમાં પાણી વાળી રહેલ મહિલા પર બે શખ્સોએ કુહાડીથી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

ભિલોડા:તાલુકાના કુડોલ ગામે ખેતરમાં પાણી વાળી રહેલી મહીલા ઉપર આજે ગામના બે શખ્સોએ કુહાડી અને ધારીયા જેવા પ્રાણઘાતક હથીયાર ધારણ કરી હુમલો કર્યો હતો  અને મહીલાના માથે કુહાડી ફટકારી નીચે પાડી દઈ માથાના પાછળના ભાગમાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો.

જયારે આ મહીલાને બચાવવા આવી પહોંચેલા તેમના પતિ અને સાસુ ઉપર પથ્થરો ઝીંકી આ હુમલાખોરો અને તેમની મદદે આવી પહોંચેલા બે મહીલાઓએ પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.  જયારે શામળાજી પોલીસે ગુનો નોંધી બે મહીલા સહીત ૪ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કુડોલ ગામના જશોદાબેન નવીનચંદ્ર અસારી તેમના સાસુ કોદરીબેન સાથે તેમના ખેતરમાં વાવેલા ઘઉના વાવેતરે પાણી વાળવા ગયા હતા. આ મહીલાના પતિ નવીનચંદ્ર બાજુના અન્ય ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જશોદાબેન અને તેમના સાસુ જે ખેતરમાંપાણી વાળી રહયા હતા તે ખેતરમાં ગામના ચીમનભાઈ બારીયા હાથમાં કુહાડી લઈ અને વિશ્રામભાઈ બારીયા ધારીયું લઈ ઉશ્કેરાઈ ચડી આવ્યા હતા. અને એકાએક આ જશોદાબેન ને માથાના ભાગે ચીમનભાઈ બારીયા એ કુહાડીના ઘા ઝીંકી દીધો હતો.

(5:48 pm IST)