Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ફાયરિંગ વિથ લૂંટના બે કેસમાં એક જ ગેંગ હોવાની આશંકા

અમદાવાદમાં શંકાસ્પદ બાઇક કબજે કરાઈ : કૃષ્ણનગર અને નિકોલમાં થયેલ લૂંટ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજનસીઓ કામે લાગી છે

અમદાવાદ,તા. : અમદાવાદ શહેરમાં થયેલી ફાયરિંગ અને લૂંટની બે ઘટના બાદ હવે પોલીસ તપાસમાં તો લાગી પણ તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને લૂંટ એક ગેંગના લોકોએ કરી હોઈ શકે છે. લૂંટ કરનાર શખસોએ લૂંટને અંજામ આપી બાઇક બિનવારસી મૂકી દેતા પોલીસે શંકાસ્પદ બાઇક કબ્જે પણ કરી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. શહેર પોલીસ માટે નવું વર્ષ પડકાર જનક બની રહ્યું છે. તેમાય પોલીસની નિષ્ક્રિયતા એટલે કહી શકાય કેમકે આટલી બધી ગંભીર ઘટનાઓ અમદાવાદમાં એકાએક બની છે, પણ નવા વર્ષમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હવે કૃષ્ણનગર અને નિકોલમાં થયેલી લૂંટ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજનસીઓ કામે લાગી છે.પણ હજુ કોઈ મહત્વની કડીઓ હાથ નથી લાગી. તો બીજીતરફ ફાયરિંગ વિથ લૂંટ પાછળ જે કડીઓ પોલીસના હાથ લાગી છે તે જોતા અન્ય રાજ્યની ગેંગ હોવાનું પોલીસ માની રહી છે. બીજીતરફ પોલીસે શંકાસ્પદ બાઇકો પણ કબ્જે કર્યા છે. સીસીટીવી આધારે બાઇક કબ્જે કરાયા છે. તો બને ઘટનામાં એક ગેંગ હોવાનું પણ પોલીસ માની રહી હોવાનું સેકટર જેસીપી ગૌતમ પરમાર જણાવ્યું છે. ત્યારે નિકોલમાં થયેલી લૂંટ બાદ અહીંના સ્થાનિક લોકો મૌખિક ફરિયાદ કરી રહ્યા છે કે તે વિસ્તારમાં ગુનાખોરી વધી છે. મોબાઈલ સ્નેચિંગ, રોકડ ચોરી સહિતના બનાવો પણ તાજેતરમાં બન્યા હતા. ત્યારે ઘટનાઓ પરથી શહેર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

(7:51 pm IST)