Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આઝાદી અમૃત મહોત્સવ, ગાંધીનગર બીએસએફ હેડ કવાર્ટરમાં દેશભકિતનો માહોલ ચરમસિમાએ પહોંચ્યો

લશ્કર અને અર્ધલશ્કરી જવાનોની ૩૦૪૦ કી.મી. સાયકલ રેલીને રંગારંગ કાર્યક્રમમાં ગૃહમંત્રી દ્વારા ફલેગ આપી પ્રસ્થાન : ગુજરાતના બીએસએફ વડા જી.એસ.મલ્લીક ટીમના અદ્દભુત આયોજન પર હર્ષ સંઘવી, આશિષ ભાટિયા અને અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ આફ્રિન પોકારી ઊઠયા

રાજકોટ, તા.૪:  વડાપ્રધાનના ફીટ ઇન્ડિયા ચળવળ તથા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર બીએસએફ ખાતે ગાંધીનગરથી ઇમ્ફાલ સુધી ૩૦૪૦ કી.મી.લાંબી સાયકલ રેલી કે જેમાં બીએસએફ અને અન્ય અર્ધ લશ્કરી દળના જવાનો જોડાયા હતા તેમને ફ્લેગ માર્ચ આપી પ્રારંભ કરાવવાના અદભૂત અદ્વિતિય અને દેશપ્રેમથી ભરપૂર રંગારંગ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવેલ.                            

 દેશના વિવિધ વિભાગના જવાનો દ્વારા ભાગ લેવાયેલ અદભૂત સમારોહ બદલ ગૃહમંત્રીશ્રી દ્વારા મીની ભારતના દર્શન જેવી ગણાવી તેવો તથા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુજરાત બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર વડા જી.એસ. મલ્લિક ટીમને અભિનંદન આપ્યા હતા. આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત બીએસએફ સહિત સાત અર્ધ લશ્કરી દળના ૭૫ જવાનો જોડાયા છે , ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના કલ્ચર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આવા વિશેષ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવા સાથે ડ્રગ્સ અંતર્ગત થતી કાર્યવાહીની વિગત આપેલ. ઉકત પ્રસંગે ગુજરાતના આઇબી વડા અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

(12:44 pm IST)