Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મોડાસામાં નોંધણી કરતા વધુ માપના બાંધકામ ધરાવતા 612 લોકોને નોટિસ ફટકારવામાં આવી

મોડાસા:નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા  આશરે ૩૦ હજાર મિલક્તોની ચતુવર્ષીય આકારણી હાથ ધરાઈ રહી છે. છેલ્લા એક માસ દરમ્યાન વોર્ડ નં.૧ થી ૫ માં પાલિકાના કરવેરા વસૂલાત વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ આકારણીમાં આશરે ૫ હજારથી વધુ મિલક્તોની માપણી કરાતાં નોંધાયેલ બાંધકામ કરતાં વધુ માપ જણાઈ આવતાં ૬૧૨ દબાણકર્તાઓને નોટીસ ફટકારાઈ હતી. આ સર્વેમાં નોટિસ આપ્યા બાદ ૬૧૨ મિલક્ત ધારકો પાસેથી રૃ.૧૦ લાખ વહીવટી ચાર્જ અંકે કરાયો હોવાનું પાલિકાના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

મોડાસા નગર ૧૪.૨ ચો.કીમી વિસ્તારમાં પથરાયેલું છે. આ નગરમાં રહેણાંક,વાણિજય અને અન્ય મિલક્તો એવી ૩૦ હજાર જેટલા મિલક્તો આવેલી છે. પાલિકા  દ્વારા આ મિલક્તોની ચતુવર્ષિય આકારણી છેલ્લા એક માસથી હાથ ધરાઈ છે. ત્યારે આ એકમાસની આકારણી ઝુંબેશ અંતર્ગત નગરના વોર્ડ નં.૧ થી ૫ માં ૬૧૨ મિલક્ત ધારકોને નોંધણી કરતાં વધુ માપના બાંધકામને લઈ નોટીસો ફટકારાઈ હતી. પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર,ચીફ ઓફીસર સંજય પંડયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ચતુવર્ષિય આકારણી ઝુંબેશ અંતર્ગત નગરપાલિકાના કરવેર વસૂલાત વિભાગની જુદીજુદી ટીમો દ્વારા છેલ્લા એક માસમાં પાંચ હજાર મિલક્તોની માપણી હાથ ધરાઈ હતી. જેમાં ૬૧૨ મિલક્ત ધારકો દ્વારા નગરપાલિકાના રેકર્ડ પર નોંધાયેલા માપ કરતા સ્થળ ઉપર વધુ બાંધકામ જણાઈ આવતાં પાલિકા દ્વારા આ મિલક્ત ધારકોને નોટીસ ફટકારાઈ હતી.પાલિકા ટેક્ષ વસૂલાત વિભાગ ના ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ કુંજન પટેલના જણાવ્યા મુજબ આ ૬૧૨ મિલક્ત ધારકો પૈકી ૧૦૦  મિલક્ત ધારકોની નોટીસનો નિકાલ કરાયો છે. અને આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા રૃ.૧૦ લાખ વહીવટી ચાર્જ પેટે વસૂલાયા હોવાનું કુંજન પટેલે જણાવ્યું હતું.હાલ નગરપાલિકાના વોર્ડ નં.૧ થી ૫ માં ચતુવર્ષિય આકારણી હાથ ધરાઈ છે. જયારે આગામી દિવસોમાં આ કાર્યવાહી વોર્ડ નં.૬ થી ૯ માં નિદ્યારીત સમય મર્યાદા મુજબ હાથ ધરવામાં આવનાર હોવાનું કરવેરા વસૂલાત સમિતિના ચેરમેન પ્રિયાંક પટેલે જણાવ્યું હતું.

(5:37 pm IST)