Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગાંધીનગર-ચિલોડા નજીક હાઇવે પરથી પોલીસે વાહનચેકીંગ દરમ્યાન બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

ગાંધીનગર: ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી છે ત્યારે ઉદેપુર અમદાવાદની બસમાં પોલીસે વાહનચેકીંગ દરમ્યાન વધુ બે મુસાફરો પાસેથી વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ઝડપી ર૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. 

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે બુટલેગરો પોલીસથી બચવા માટે એસટી અને લકઝરી બસમાં ખેપિયાઓ મારફતે દારૃ મોકલી રહયા છે. ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન ઉદેપુરથી અમદાવાદ આવતી એસટી બસમાં તપાસ કરતાં બે મુસાફરો ચિરાગ ગોપાલભાઈ પરસાણીયા  અને અક્ષયકુમાર રતિગીરી મેઘનાથી બન્ને રહે.ગીરીરાજ સોસાયટીબીટી સવાણી હોસ્પિટલ પાસે રાજકોટને વિદેશી દારૃ અને બિયરના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ૪૮ નંગ દારૃ અને બિયર મળી કુલ ર૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:41 pm IST)