Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સુરતની 16 વર્ષીય તરૂની સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : સુરતની 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો. તે વિડીયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પણ તેણે નહીં સ્વીકારતા વિડીયો વાયરલ કરી દીધો હતો. સરથાણા પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સરીતા ( ઉ.15 વર્ષ 7 મહિના, નામ બદલ્યું છે ) એ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ માતાને ઘરકામમાં મદદ કકરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વિડીયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વિડીયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં સરીતા નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો સરીતાએ તેની ઓળખ બે વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા તરીકે આપી હતી.

 

(5:44 pm IST)