Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

તજજ્ઞો સાથે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવી કાલે ટ્રાન્સસ્ટેડીયા અમદાવાદ ખાતે સાથે સંવાદ કાર્યક્રમ

ખેલ મહાકુંભ-૨૦૨૨ રમતવીરો અને રમતગમત સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે કરશે સંવાદ

અમદાવાદ :રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના યુવાનોમાં ખેલ કૂદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ ખેલ મહાકુંભનું આયોજન કરવમાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ-૨૦૨૨ના સુચારુ આયોજન કરાયુ છે.

ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાતના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તા.૦૫/૦૧/૨૦૨૨ના રોજ ટ્રાન્સસ્ટેડીયા, અમદાવાદ ખાતે ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦ના ખેલાડીઓ, શક્તિદૂત યોજનાના ખેલાડીઓ, ખેલ મહાકુંભ-૨૦૧૯ રાજયકક્ષા વિજેતા ખેલાડીઓ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના વિવિધ રમતના કોચીઝ, વ્યાયામ શિક્ષકો, જિલ્લા યુવા વિકાસ અધિકારીઓ, જિલ્લા રમત ગમત અધિકારીઓ, રાજયના માન્ય એસોસીએશનના પદાધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કરી ખેલ મહાકુંભ-૨૦૨૧ને નવી દિશામાં લઇ જઇ ગુજરાતના રમત ગમતના સ્તરને વધુ ઉંચાઇએ લઇ જવા તથા ગુજરાતની રમત ગમત નીતિને સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે પ્રેરણાદાયી સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજયના તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરી. તેનો મુખ્ય આશય લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હતો અને તેને સાકાર કરવા ખેલ મહાકુંભ દ્વારા ગ્રામ્યકક્ષાથી રાજયકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન રાજય સરકાર કરે છે.
ખેલ મહાકુંભ-૨૦૧૦માં ૧૬.૫૦ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવેલ હતુ. જે સંખ્યા ખેલ મહાકુંભ-૨૦૧૯માં જે સંખ્યા ૪૬,૮૯,૭૩૦ થઇ હતી. જે પૈકી ૩૯,૩૨,૯૦૩ રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ દ્વારા રાજયની ખેલ નીતિની એક આગવી ઓળખ ઉભી થઈ છે.
સને ૨૦૧૦થી શરૂ કરેલ ખેલ મહાકુંભની ફલશ્રુતિ રૂપે રાજયની ૬ મહિલા ખેલાડીઓ ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રાજય તથા રાષ્ટ્રનું નામ રોશન કરેલ છે. જે પૈકી પેરા-ઓલિમ્પિકમાં ટેબલ ટેનીસ  રમતની સિંગલ્સ ઇવેન્ટમાં શ્રીમતિ ભાવિનાબેન પટેલએ રજત ચંદ્રક મેળવી ગુજરાત રાજયને ગૌરવ અપાવેલ છે. તદઉપરાંત રાજયના અન્ય રમતવીરોએ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતને ખ્યાતી અપાવી છે.

(8:56 pm IST)