Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમદાવાદમાં વધુ 21 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના ઉમેરાયા : હવે 86 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન થયા

સેટેલાઈટના શ્યામ વૃંદ એપાર્ટમેન્ટમાં 4 મકાનમાં 19 વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝ્યુરીયઝમાં 4 મકાનમાં 21 વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં 8 મકાનમાં 13 વ્યક્તિ, શાહિબાગના શિલાલેખમાં 8 મકાનમાં 33 વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં 12 મકાનના 57 વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં 28 મકાનમાં 113 વ્યક્તિ, ઘોડાસરના મધુવન પ્લેટમાં 16 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના પલક એલિનામાં 20 મકાનમાં 62 વ્યક્તિઓનો સમાવેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કોવિડ -19 ચેપને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસરૂપે શહેરમાં વધુ 21 માઇક્રો કન્ટેન્ટ ઝોનની જાહેરાત કરી છે. શહેરમાં પહેલેથી જ 65 કોવિડ લિંક્ડ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. વધુ 21 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના ઉમેરા સાથે શહેરમાં હવે 86 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન થયા છે.

AMC એ એક દિવસ પહેલા પણ 21 નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સમાન સંખ્યાની જાહેરાત કરી હતી. આજે સાંજે રાજ્યના આરોગ્ય વિભાગના દૈનિક બુલેટિન મુજબ શહેરમાં એક દિવસમાં 1200 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે. AMC દ્વારા નવા જાહેર કરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જેમાં સેટેલાઈટના શ્યામ વૃંદ એપાર્ટમેન્ટમાં 4 મકાનમાં 19 વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝ્યુરીયઝમાં 4 મકાનમાં 21 વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં 8 મકાનમાં 13 વ્યક્તિ, શાહિબાગના શિલાલેખમાં 8 મકાનમાં 33 વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં 12 મકાનના 57 વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં 28 મકાનમાં 113 વ્યક્તિ, ઘોડાસરના મધુવન પ્લેટમાં 16 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના પલક એલિનામાં 20 મકાનમાં 62 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

(11:20 pm IST)