Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

લવ જેહાદ મામલે હવે સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન: કહ્યું- હિન્દૂ દીકરીઓની સુરક્ષા કરાશે :વિધર્મીને નહીં છોડાય

દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો

અમદાવાદ : દિવ્ય કાશી ભવ્ય કાશી અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો,વડા પ્રધાન મોદીને આશીર્વાદ આપવા આ મંચ પર રાજ્યના 900 સંતો ઉપસ્થિત રહ્યા હતા સી એમ ભુપેન્દ્ર ભાઈ પટેલ , પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહીત તમામ મંત્રીઓની આ કાર્યક્રમમાં હાજરી હતી. સી આર પાટીલ એ ફરી લવ જેહાદ મામલે નિવેદન આપ્યું હતું કે હિન્દૂ દીકરીઓની સુરક્ષા કરવામાં આવશે..લવજેહાદના કિસ્સા કરનારને છોડવામાં નહીં આવે. હર્ષભાઈ આવા બનાવમાં કાર્યવાહી કરી રહ્યા છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, લવ જેહાદ એક મોટું ષડયંત્ર છે...પ્રેમ કરવો એ ખોટું નથી. પરંતુ ઓળખ છૂપાવીને છોકરીઓને ફસાવવી તે ચલાવી લેવાય નહીં. ખોટા દસ્તાવેજ બનાવી છોકરીઓને ફસાવનારને છોડાશે નહીં. પાલિતાણાના બંને કેસમાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. બંને દીકરીઓના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવશે

(12:22 am IST)