Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અગર ત્રણ રસ્તા પાસે ઇકો ગાડીમાં 07 માણસો બેસાડનાર ચાલક વિરુદ્ધ તિલકવાડા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા પોલીસ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન અગર ત્રણ રસ્તા પાસેથી વાહનમાં વધુ માણસો બેસાડી પકડાયેલા ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
  મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસ ટીમ બુધવારે સાંજે 6.30 કલાકે અગર ત્રણ રસ્તા પર ચેકિંગ માં ઉભી હોય એ સમયે ઇકો ગાડી માં ગેર કાયદેસર સાત માણસો બેસાડી જતા ચાલક રણછોડભાઇ બલાભાઇ બારીયા( રહે - આંબલીયા,તા.તિલકવાડા) ને પકડી જાહેરનામા ભંગ બાબતેનો ગુનો દાખલ કર્યો છે.

(11:03 pm IST)