Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સેલંબામાં હોમીયોપેથી ડીગ્રી ધરાવતા ડોક્ટરને એલોપેથી દવાખાનું ચલાવતા પકડી પાડતી એસ.ઓ.જી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન મુજબ જીલ્લાનાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી. શાખાનાં પો.ઈન્સ કે.ડી. જાટને આપેલ સુચના મુજબ એસ.ઓ. જી. શાખાનાં પો.સ.ઈ એચ.વી. તડવીને બાતમી મળેલ જે મુજબ છેલ્લા ઘણા સમયથી ખોચરપાડા રોડ , પાણીની ટાંકી પાસે સેલેબા, તા.સાગબારા , જી.નર્મદા ખાતે હોમીયોપેથીકની ડીગ્રી ધરાવતો ડો.મહેન્દ્રભાઇ ગણેશ ભાઇ મહાજન ગેરકાયદેસર ખાનગી એલોપેથીક દવાખાનું ખોલી એલોપેથીક દવાઓ આપતો હોય જેથી તેને જુદી - જુદી કપંનીની એલોપેથી દવાઓ તથા ઈન્જકશનો તથા ગર્ભપાતની દવાઓ મળી કુલ રૂ.૬૪,૭૦૧ ના મુદ્દામાલ સાથે પકડી સાગબારા પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે.

(11:17 pm IST)