Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : કુલ 13 જિલ્લામાં 10 કરતા ઓછા નવા કેસ

ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે

અમદાવાદ : રાજ્યમાં ત્રણ ડિજીટમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા શહેરોમાં અમદાવાદ અને વડોદરા છે જ્યારે સુરત અને રાજકોટમાં કેસોની સંખ્યા ઘટી છે. જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં પણ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોના કેસો ઘટીને 10 થયાં છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કેસો ઘટતા જાય છે.

 રાજ્યના ભાવનગર, તાપી, દાહોદ, દ્વારકા, અમદાવાદ, બોટાદ, ડાંગ, ગાંધીનગર, નર્મદા, પાટણ, છોટાઉદેપુર, મોરબી અને સુરેન્દ્રનગર એવા જિલ્લા છે કે જ્યાં કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં આવી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના સમાપ્ત થવાના આરે છે.

(11:03 am IST)