Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ગુજરાત સહિત દેશભરમાં કરોડોનો ફ્રોડ, સુરત પોલીસ દ્વારા નકાબ ચિરાયો

સાવધાન, રિઝર્વ બેંકના નામે ભેટની લાલચના ફોનનો જવાબ આપ્યો તો આખું બેંક ખાતું સાફ થઈ જશેઃ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર લાલબત્તી બતાવી રહ્યા છે : સાયબર ક્રાઈમ કેપિટલ તરીકે કુખ્યાત જામતારા અને મૂળ સૌરાષ્ટ્રનાં શખ્સોને દબોચી લેવાયા, ભારે ખળભળાટ

રાજકોટ તા.૩: રિઝર્વ બેંક ક્રેડીટ કાર્ડ વિભાગના નામે વીજ બિલ પેમેન્ટ સેન્ટરમાં જમાં થતાં બિલ અને ગ્રાહકોના મોબાઈલ નંબર એકાઉન્ટ નંબર મેળવી અંદાજે ૨૨૪૫ જેટલા વીજ બિલ ભરાવી દેશભરમાં છેતરપિંડી  આચરી કરોડોની રકમ ઓહાયા કરી જતી ઝારખંડના ક્રાઇમ કેપિટલ જેવા જામ તરાના શખ્સો સહિત મૂળ સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક શખ્સોને પકડવા સાથે હિમાચલપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયાના બાબતને 'અકિલા' સાથેની વાતચિતમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.      

 સુરત ને ક્રાઇમ ડ્રગ્સ મુકત કરાવવાની ઝુંબેશ ચલાવી અને લોકોને પણ તેમાં જોડવામાં સફળ થયેલ પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વિશેષમાં જણાવાયેલ કે આરોપીઓ દ્વારા રિઝર્વ બેંક ક્રેડિટ કાર્ડ વિભાગના નામે ફોન કરી તમારા સારા વ્યહવાર બદલ ત્રણ ગિફ્ટ વાઉચર આપવાનું નકકી થયું છે, એટલું જણાવી તમારા ફોન પર ઓટીપી નંબર આવશે તેમ જણાવેલ. ત્યારબાદ વીજ બિલ ભરાઈ ગયાનો મેસેજ મળતાં ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થતાં તાકીદે પોલીસ કમિશનરનો સંપર્ક કરતા તેઓ દ્વારા તુરત સંબધક પોલીસ મથક સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ કામે લગાડી આખી છેતરપીંડી કેવી રીતે થતી તેનો તુરત ભેદ ઉકેલી દીધેલ.                                      

પોલીસ દ્વારા તુરત કાર્યવાહી થી સુરત શહેરના, ૪ ગુન્હા, અમદાવાદનો એક ગુન્હા સાથે છેતરપીંડીના આખા કાવતરાના ભેદ ખૂલ્યો ત્યારે જાદુગરની માયાજાળ ટુંકી પડે તે રીતે સ્થાનિક શખ્સોની મદદથી ચાલતા ગોરખંધા પર પ્રકાશ પાડ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે જે આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે તેની વિગત આ મુજબ છે.

સદર ગુન્હાના કામે આરોપીઓ (૧) વિરભદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૯) રહેવાસી- બી/૧૧, ફેલટ નં-૧૨૮, જુની પોલીસ લાઈન નવાપરા, ભાવનગર, ચુડા- જી. સુરેન્દ્રનગર (૨) મેહુલ જવેરભાઈ કાકડીયા (ઉ.વ.૨૮) ધંધો- ઓનલાઈન સેલીંગ રહેવાસી ઘર નં.૪૦૧, જ્ઞાન પ્રવાહ એપાર્ટમેન્ટ, હરિદર્શનનો ખાડો સિંગણપુર કતારગામ, સુરત શહેર મુળ ગામ- સાંગાવદર, તા.બોટાદ, જી- બોટાદ, (૩) યશ ભરતભાઈ ભુપતાણી (ઉ.વ.૨૪) ધંધો- બેકાર રહેવાસી ઘરનં.એમ/ ૧૦૪, સ્ટાર પેલેસ, ક્રિષ્ના રેસીડેન્સી નજીક, અમરોલી સુરત શહેર મુળ ગામ- સાવરકુંડલા, તા.સાવરકુંડલા, જી- અમેરલી નાઓને ગુનાના કામે તા.૨૫/૫/૨૦૨૧ના રોજ કલાક-૧૭ /૦૦ વાગે  અટક કરી નામદાર કોર્ટમાંથી તા.૩૦/૫/૨૦૨૧ના રોજ ક.૧૬/૦૦૦ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ બાદ તા.૨/૬/૨૦૨૧ સુધીના પોલીસ કસ્ટડી ફર્ધર રીમાન્ડ મેળવવામાં આવેલ.

આરોપીઓ (૧) મનિષ દેવરાજભાઈ ભુવા (ઉ.વ.૩૪) ધંધો બિલ કલેકશન રહેવાસી- ઘર નં.૮૮/૮૯, સાંતીનગર, વિભાગ-૧, નારાયણનગર સામે, કતારગામ સુરત શહેર મુળગામ- મેઘામ પીપળીયા, તા- કુકાવાવા, જી- અમેરલી, (૨) મિલન હરસુખભાઈ ચોવટીયા (ઉ.વ.૨૨) ધંધો- બેકાર રહેવાસી ઘર નં.૯૪, હરીહરી સોસાયટી, વિભાગ-૨, કતારગામ સુરત શહેર મુળ ગામ- જસાપરા, તા.જામકંડોળા, જી- રાજકોટ નાઓને ગુનાના કામે તા.૨૭/૫/૨૦૨૧ના રોજ કલાક ૧૯/૩૦ વાગે ઉપરોકત ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ S/o ટેકલાલ મંડલ રહે, ગામ- પંદનીયા, તા.અહીલીયાપુર જી.ગિરડીહ (ઝારખંડ) નાને ગુનાના કામે તા.૧/૬ /૨૦૨૧ના રોજ કલાક ૨૩/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે.

આરોપીઓ દ્વારા ભારતભરમાં અલગ અલગ વીજ કંપનીઓના મળી કુલ-૨૨૪૫ વીજ બીલ છે. જેમાં કુલ રૂ.૩,૬૭,૧૫,૩૪૩ /-ના બીલ ભરવામાં આવેલ છે. ગુજરાત- ૨૧૧૩, પંજાબ- ૧૧૩, હરીયાણા- ૧૧, રાજસ્થાન- ૦૫

(11:50 am IST)