Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજયના વીજબોર્ડની પાંચ વીજ કંપનીમાં ર૬૦૦ વધુ નિમણુંક કરાઇઃ સૌરભભાઇ

ર૩૬પ જુનિયર આસિસ્ટન્ટ તો ર૭પ જૂનિયર ઇજનેરોને ઓર્ડરો

રાજકોટ તા. ૪: ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ર૬૦૦થી વધુ યુવાઓને વિદ્યુત સહાયર જૂનિયર આસિસ્ટન્ટ અને વિદ્યુત સહાયક જૂનિયર તરીકે નિમણુંક આપી દેવાઇ છે. મંત્રશ્રી પટેલે ઉમેર્યું કે, યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણુંકો આપવામાં આવી છે. રાજયની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ડીસેમ્બર-ર૦ર૦ અને જાન્યુઆરી-ર૦ર૧માં ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ તા. ૦૯/૦૩/ર૦ર૧ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેના આધારે આ નિમણૂકો આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યુત સહાયક જુનીયર આસીસ્ટન્ટની જગ્યા પર ડીજીવીસીએલમાં ૬૯૧, યુજીવીસીએલમાં પર૭, પીજીવીસીએલમાં ૮૩૯, એમજીવીસીએલમાં ર૪૦ અને જીસેકમાં ૬૮ મળી કુલ ર૩૬પ ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનીયર ઇજનેરની જગ્યા પર ડીજીવીસીએલમાં ૧૩૧, યુજીવીસીએલમાં ૩૭, અને જીસેકમાં ૧૦૭ મળી કુલ ર૭પ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે.

(3:36 pm IST)